New Ahir Song | Ahir Tame purvajo ne porhava | Kirtidan Gadhvi
Sunday, 4 February 2018
New Ahir Song | Ahir Tame purvajo ne porhava | Kirtidan Gadhvi
New Ahir Song | Ahir Tame purvajo ne porhava | Kirtidan Gadhvi
Saturday, 3 February 2018
સુરતમાં આહીર સમાજના 25માંં સમૂહ લગ્નઃ મહેંદી મૂકી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં આહીર સમાજના 25માંં સમૂહલગ્નઃ મહેંદી મૂકી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 5 ફેબ્રુઆરી સાંજે ચાર કલાકે પ્રમુખ આરણ્ય પાછળ ગોડાદરા નહેર રોડ ખાતે 25મો સમૂહલગ્ન સમારોહ યોજાનાર છે. ત્યારે આ અગાઉ આજે પાંચ હજાર મહિલાઓએ હાથમાં મહેંદી મુકીને ગિનિઝ રેકોર્ડ સર્જવા પ્રયત્ન કર્યો હતો. જેમાં 10 હજાર જેટલા મહેંદીના કોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આહીર સમાજ દ્વારા મહાલક્ષ્મી ટેક્સટાઈલ પાર્ક ખાતે લગ્નમાં જોડાનારા 502 યુવતીઓ અને તેના સગાસંબંધીઓ સહિતની 2500 મહિલાઓના હાથમાં મહેંદી મુકવામાં આવી હતી. જેના માટે એટલી જ સંખ્યામાં બહેનોએ મહેંદી મુકી હતી. મહેંદી મુકનારને ગ્રીન અને મુકાવનારને ઓરેન્જ કપડા પહેરાવવામાં આવ્યાં હતાં. 11 મિનિટ સુધી આ પ્રયાસમાં સીએ અને વકીલ દ્વારા વીટનેસની કામગીરી કરવામાં આવી હતી. મહેંદી મુકવાના ગ્રાઉન્ડમાં બારકોડ સ્ટીકર અપાયા હતાં. ડોક્ટર સીએની ટીમ પણ ઉભી રહી હતી. અને 1200 મહેંદીના જૂના રેકોર્ડને તોડાયો હતો. આ કામગીરીનું લગભગ 20 જેટલા કેમેરા દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવો આવશે લગ્નમાં
રજત જયંતિ લગ્નોત્સવમાં 502 યુગલો જોડાશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર સમારોહમાં સમગ્ર રાજ્યમાંથી 1.5 લાખ આહીર સમાજના લોકો એકત્ર થશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ઉત્તર પ્રદેશના માજી મુખ્ય મંત્રી અખિલેશ યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર સહિત રાજ્યના અનેક રાજકીય-સામાજિક આગેવાનો લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેશે. લગ્ન સમારોહ પહેલાં આજે 3 ફેબ્રુઆરીએ મેંદી રસમમાં એકસાથે, એક જ સમયે 5000 મહિલાઓએ સ્વચ્છ ભારતના સંદેશા સાથે હાથ પર મેંદી મૂકીને વિશ્વ રેકોર્ડ માટે પ્રયાસ કર્યો હતો.
આહીર સેવા સમાજ સમિતિ છેલ્લાં 25 વર્ષથી સુરતમાં સમૂહ લગ્ન સહિતની સામાજિક પ્રવૃત્તિ કરી રહી છે. ચાર દાયકા પહેલાં સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લા-તાલુકાઓમાંથી આવીને આહીર સમાજના લોકો સુરતમાં સ્થાયી થયા. સમાજના મોભી દિવંગત બાલુભાઇ નકુમે આજથી 25 વર્ષ પહેલાં 7 યુગલોને પરણાવીને સમૂહ લગ્નના માધ્યમથી સમાજને સંગઠિત કરી નવી દિશા આપી હતી.
Location:
Surat, Gujarat, India
Subscribe to:
Posts (Atom)