Sunday 4 February 2018

Saturday 3 February 2018

સુરતમાં આહીર સમાજના 25માંં સમૂહ લગ્નઃ મહેંદી મૂકી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

સુરતમાં આહીર સમાજના 25માંં સમૂહલગ્નઃ મહેંદી મૂકી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 5 ફેબ્રુઆરી સાંજે ચાર કલાકે  પ્રમુખ આરણ્ય પાછળ ગોડાદરા નહેર રોડ ખાતે 25મો સમૂહલગ્ન સમારોહ યોજાનાર છે. ત્યારે આ અગાઉ આજે પાંચ હજાર મહિલાઓએ હાથમાં મહેંદી મુકીને ગિનિઝ રેકોર્ડ સર્જવા પ્રયત્ન કર્યો હતો. જેમાં 10 હજાર જેટલા મહેંદીના કોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ રીતે રેકોર્ડ માટે થયો પ્રયત્ન

આહીર સમાજ દ્વારા મહાલક્ષ્મી ટેક્સટાઈલ પાર્ક ખાતે લગ્નમાં જોડાનારા 502 યુવતીઓ અને તેના સગાસંબંધીઓ સહિતની 2500 મહિલાઓના હાથમાં મહેંદી મુકવામાં આવી હતી. જેના માટે એટલી જ સંખ્યામાં બહેનોએ મહેંદી મુકી હતી. મહેંદી મુકનારને ગ્રીન અને મુકાવનારને ઓરેન્જ કપડા પહેરાવવામાં આવ્યાં હતાં. 11 મિનિટ સુધી આ પ્રયાસમાં સીએ અને વકીલ દ્વારા વીટનેસની કામગીરી કરવામાં આવી હતી. મહેંદી મુકવાના ગ્રાઉન્ડમાં બારકોડ સ્ટીકર અપાયા હતાં. ડોક્ટર સીએની ટીમ પણ ઉભી રહી હતી. અને 1200 મહેંદીના જૂના રેકોર્ડને તોડાયો હતો. આ કામગીરીનું લગભગ 20 જેટલા કેમેરા દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું.

મહાનુભાવો આવશે લગ્નમાં

રજત જયંતિ લગ્નોત્સવમાં 502 યુગલો જોડાશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર સમારોહમાં સમગ્ર રાજ્યમાંથી 1.5 લાખ આહીર સમાજના લોકો એકત્ર થશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ઉત્તર પ્રદેશના માજી મુખ્ય મંત્રી અખિલેશ યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર સહિત રાજ્યના અનેક રાજકીય-સામાજિક આગેવાનો લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેશે. લગ્ન સમારોહ પહેલાં આજે 3 ફેબ્રુઆરીએ મેંદી રસમમાં એકસાથે, એક જ સમયે 5000 મહિલાઓએ સ્વચ્છ ભારતના સંદેશા સાથે હાથ પર મેંદી મૂકીને વિશ્વ રેકોર્ડ માટે પ્રયાસ કર્યો હતો.





સાત યુગલોથી થઈ સમૂહલગ્નની પરંપરા

આહીર સેવા સમાજ સમિતિ છેલ્લાં 25 વર્ષથી સુરતમાં સમૂહ લગ્ન સહિતની  સામાજિક પ્રવૃત્તિ કરી રહી છે. ચાર દાયકા પહેલાં સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લા-તાલુકાઓમાંથી આવીને આહીર સમાજના લોકો સુરતમાં સ્થાયી  થયા. સમાજના મોભી દિવંગત બાલુભાઇ નકુમે આજથી 25 વર્ષ પહેલાં 7 યુગલોને પરણાવીને સમૂહ લગ્નના માધ્યમથી સમાજને સંગઠિત કરી નવી દિશા આપી હતી.


Wednesday 13 May 2015

AHIR CASTE IN GUJARAT


"AHIR CASTE IN GUJARAT"
There are total 11 caste of Ahir lives in Gujarat India.
(1) BORICHA AHIR
(2) CHORADA AHIR
(3) KAMALIYA AHIR
(4) MOBH AHIR
(5) MACHHOYA AHIR
(6) PANCHOLI AHIR
(7) PRANTHARIYA AHIR
(8) NADHERA AHIR
(9) SORATHIYA AHIR
(10) VAGADIYA AHIR
(11) VANAR AHIR


Sunday 26 May 2013

ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા કરનાર ઓલિયો - મેકરણ દાદા

~~~ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર
તપશ્વર્યા કરનાર ઓલિયો ~~~
કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા


કચ્છ સંતસભર પુણ્યભૂમિ છે.
કચ્છના કાવડિયા સંત તરીકે દાદા મેકણ
સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને
અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ
લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય
રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું
હોય છે. મેકણ દાદા માનવ સેવાને પ્રભુ
સેવા જ માનતા.
કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ
માતા ફાયાબાઇની કુખે થયો. પિતાનું નામ
હળદોરજી,માતાએ પુત્રનું નામ
મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર
વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને
ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ
પોતાના મકાનને રિપેર કરાવવા માટે
જ્યારે મજૂરો દ્વારા ખોદકામ
કરાવી રહ્યા હતા ત્યારે
જમીનમાંથી વસ્તુઓ
ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી,
પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ
હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ
બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું.
પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ
નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે
એવો દાવો કર્યો.
બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન
સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત
કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ
કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ
પદોની રચના કરી છે તેઓ લખે છે કે -
પીર પીર કુરો કર્યોતા, નાંય
પીરેજી ખાણ
પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ
પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ
નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ
માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને
વશમાં રાખે તો પીર કે
પછી યોગી બની શકે. તેમણે સાંસારિક
જીવનનો ત્યાગ
કરી કચ્છના માતાના મઢના મહંત
કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી.
ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ
તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા.
ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર
તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને
ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા.
ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ
દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન
અને તરસ્યાને પાણી આપતા રહે
તેવા આશીર્વાદ આપ્યા. તેમને
કાવડવાળા કાપડીની ઉપમા મળી.
સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું.
ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને
પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા.
ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો.
આ ધ્રંગ ગામે પધાર્યા.સંત મેકણ
દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ.
ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી.
ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત
માયાગિરિજી સ્વામી તથા માતાજી વીર
થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ
દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-
જીનામ’’નો આલેખ જગાવનાર
કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે.
તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ
આપે છે –
જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ
તેઓએ જીવનમાં સાકર
જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન
કરવાનું
જણાવ્યું.મીઠા શબ્દોથી મનુષ્યના સંબંધો વિ
રહે છે. માનવી આ ફાની દુનિયા છોડી જાય
ત્યારે એણે વદેલા સારા શબ્દોને
લોકો વાગોળતા જ રહે છે.આ ધ્રંગની ઉત્તરે
અફાટ રણ આવેલું છે. આ
રણમાં ભૂલો પડેલો માનવી ભૂખ તરસથી મૃત્યુ
ન પામે તે સદ્ભાવથી સંત મેકણે
મોતિયો નામે કૂતરો અને લાલિયો નામે
ગધેડો આ બન્નેને સેવાર્થો તૈયાર કર્યા.
ગધેડાની પીઠ પર જે
છાંટો બાંધતા તેમાં એક તરફ પાણીનું માટલું
રહેતું તો બીજી તરફ
બાજરાના રોટલા રખાતા.
મોતિયો ભૂલા પડેલા વટેમાર્ગુઓને
શોધી કાઢતો. લાલિયો તેની સાથે
રહેતો – પ્રવાસીઓ કે ભૂલા ભટક્યાના જીવ
બચી જતા.તેઓ આ પ્રાણીઓ માટે કહેતા કે –
લાલિયો મુંજો લખણવંતોને
મોતિયો જેડો ભા,
મૂછારાપર ધોરે ફગાઇયાં, ઇનીજી પૂછ મથાં.

મારો લાલિયો લખણવંતો છેતો મોતિયો ક્ય
આ બન્ને ભિન્ન ભિન્ન જ્ઞાતિમાં જન્મ્યા છે
છતાં પણ બન્ને ભાઇઓ જેવા છે. ક્યારેક મને
થાય છે કે મરદ-મૂછાળાઓને પણ આ
બન્નેના કાર્યો જોતાં એમના મૂછરપથી જાણે
ઓળ ધોળ કરી મુકું ! કચ્છના આ અમર સંતે સવંત
૧૮૮૬ ના આસો વદ -૧૪ ના દિવસે ધ્રંગ
ગામે સમાધિ લઇ જીવનલીલા સંકેલી લીધી.
દાદાની સમાધિની સામે જેમણે મુસ્લિમ
ધર્મ સ્વીકારેલો તે પીર
પતંગશાહનો કૂબો છે.
દાદાની સાથે સમાધિ લેનાર
સાથીઓમાં આહિરાણી લીરબાઇ , સાધુ
સુંદરદાસ, જોષી પ્રેમજી મહારાજ,
ઠકરાણા પ્રેમાબા, કંથળ સુથાર, આહિર
વીઘો, પ્રેમાબા જાડા, ખોઅચજી રાજપૂત,
તુબર વાઘોજી, રામદે પક્ષેત્રા,
મોકાના રાજપૂત, દશનામી સંત
માયા ગિરજિીએ એમની સાથે જીવતે
સમાધિ લીધેલી.
દાદાના અખાડાની બહાર લાલિયા-
મોતિયાની પણ સમાધિ આવેલી છે.
આવા ભકિતધામના દર્શને હિન્દુ-મુસ્લિમ
સૌ કોઇ આવે છે.
-----------------------------------------------
આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને
કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય
પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે.
એવા એક મહાન ઓલિયા સંત
શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ
માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત
દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ
ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે
થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ
હતું. દાદા મેકરણ જન્મ
બાપા જલારામની જેમ લોકકલ્યાણઅર્થે જ
થયો હતો. દાદા મેકરણ બાળપણનું નામ
મોકાયજી હતું, દાદા નાનપણથી જ
લોકસેવામાં અને
પ્રભુભક્તિમાં રચ્યાપચ્યા રહેતા તેમાં તેમને
અનેરો આનંદ
આવતો હતો આથી પિતાના પારંપારિક
ધંધામાં રસ ન દાખવી માત્ર
૧૨વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે
દીક્ષા લીધી હતી અને
મોકાયજી માંથી મેકરણ થયા અને
ગીરનારી સંતો ની આજ્ઞા અને
ઈચ્છા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું
સેવા કાર્ય વિસ્તાર્યું. તેઓ જાતે
પોતાના ખભા પર
પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ
લઈને પગપાળા જ વિચરતા રહેતા અને
કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને
શોધી શોધીને ભોજન તથા જળ
પીવડાવી તેઓની સેવા કરતા હતા.
દાદા અંહિ શ્રી ગુરુ
ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને
કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા.
દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા.
જેથી તેમના કાપડી પંથ માં એક
નવી શાખા શરું થઈ જે
હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.
એક વખત તીર્થ યાત્રા દરમિયાન
હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન
કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને
દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા.
તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક
ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ
કર્યો હતો અને ગધેડો જીવવા માટે
તરફડતો હતો. દાદા મેંકરણથી આ
કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ
પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ
ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને
પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ
કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત
થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર
ફિટકાર વરસાવવા,
તિરસ્કારવા લાગ્યા અને
બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર
ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું
અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય
વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. “પીપરમેં
પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ
નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?”
અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે
બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ
હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ
સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને
દાદાના ચરણે પડી ગયા.
આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું
નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય
જતા એક કુતરો પણ દાદા સાથે
રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’
રાખ્યું હતું. આમ
લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ
અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે
સેવાકાર્યમાં જોડાય ગયા હતાં.
દાદાની ઉંમર થતા લાલીઓ પાણી,
રોટલા નો ભાર વાહન કરતો અને
મોતીયો ગંધ
પારખવાની શક્તિ દ્વારા લાલિયાને
માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા,
ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન
તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે
વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન
ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું
હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ
સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ
દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.
મેકરણ દાદાનું સમાધી સ્થળ:
આમ દાદાએ પોતાના જીવનમાં સતત
૬૫વર્ષ
ક્ચ્છના રણમાં લોકસેવામાં વિતાવી સવંત
૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમના અન્ય
૧૧ શિષ્યો સાથે
જીવતા સમાધી લિધી પાછળથી લાલદાસ
અને મોતીરામ
નામના દાદાના સાથીદારો એ પણ
સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧
સમાધી ના દર્શન છે. તેમની શિષ્ય
પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે

પરબધામ -ઈતિહાસ

~~~પરબધામ -ઈતિહાસ~~~

"સત્ દેવીદાસ અમર દેવીદાસ"
દેવીદાસ બાપુનું પરબ
દેવીદાસ બાપુનું પરબ














ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે.

આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્‍યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે.
જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્‍થાન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કરીએ છીએ તેમના વિષે શું લખી શકાય ? સંતોના આ જાગતા સ્‍થાનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુહજ પ્રત્‍યક્ષ પ્રમાણ છે.

જૂનાગઢથી ૪૦ કીલોમીટર રોડ રસ્‍તે પરબનું સ્‍થાન સૌરાષ્‍ટ્રની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્‍થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્‍થાનક પાસેથીજ નીકળે છે.
બિરદ અપના પાળતલ,

પૂરન કરત સબ આશ જાકો જગમેં કોઈ નહિ, તાકો દેવીદાસ

આવી પ્રચલિત લોકોક્તિના પરબના આ સ્‍થાનકનું બે સૈકા પૂર્વે ચૈતન્‍ય જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપ‍તી હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્‍મા હતા અને તેમા લામડીધાર ઉપર તેમના બેસણા હતા.

ગિરનારજીને ફરતા પર્વતો છે તેમા ઉત્તરેથી જતા ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વત છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષીણેથી જતા દક્ષીણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્‍થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્‍મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્‍ચે ગિરનારજી છે.

આ રમણીય પર્વત શૃંગો વચ્‍ચે થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે.
આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્‍યારાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્‍લીમ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા.

દેવા ભગત આ સંત મહાત્‍મા વચ્‍ચે શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્‍ન થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્‍યાગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના.

આવા પ્રસન્‍ન થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્‍થાનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્‍થાન કર્યું. સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્‍યા, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્‍થાનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ.

બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્‍યાના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે.

સત્ ધરમને પામવા કરવા અદ્યતમ નાશ
ઘર ‘પરબ‘ પર પ્રગટયા નકલંક દેવીદાસ

અનેક યાત્રાળુઓ પરબના આ સ્‍થાનને વંદન કરવા આવે છે અને પ્રસાદ લ્‍યે છે. "સત્ દેવીદાસ અમર દેવીદાસ"


Source: www.fb.com/AHIRTHENAMEISENOUGH

આવી રીતે કૃષ્‍ણ અવતાર "દ્વારકાધીશ" કહેવાયા~

~~~આવી રીતે કૃષ્‍ણ અવતાર "દ્વારકાધીશ" કહેવાયા~~~


શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.

પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.

"જય દ્વારિકાધીશ " 

Thursday 23 May 2013

~~~આહિરની દાતારી~~~


~~~આહિરની દાતારી~~~
-મેપા મોભની દિલાવરી અને
ઉદારતાની વાર્તા
સાત ખોટ્યના એકના એક
લાડકાની લાશ જોતાં બારોટણનું
કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું:
‘મારા બાપ! મારા આધાર!’ અને
મરેલા દીકરાને જનેતા વળગી પડી.
આખા ત્રાપજમાં અરેરાટી થઇ ગઇ…!
તળાજા ત્રાપજના મેપા મોભના ત્રણસ
ખેતરમાં ચીભડાંના વેલા જામ્યા છે.
એટલે મેપાભાઇ મોભનાં છોકરાઓ
સાથે કુંભણ
ગામનો બારોટનો દસની ઉંમરનો અભ
ચીભડાં ગોતે છે. હેડી-
હેડીનાં છોકરાઓ વચ્ચે
પાકેલાં ચીભડાં ગોતવાની હરીફાઇ
જામી છે.
અચાનક
બારોટના છોકરા અભાના મોંમાંથી
નીકળી ગઇ: ‘ઓઇ માડી…ઇ!’
છોકરાં દોડીને અભા પાસે આવ્યાં…
જોયું તો અભાની આંગળીએ
કાળોતરો નાગ વળગી પડ્યો છે!
કિશોર અવસ્થાનાં છોકરાઓ
મુઢ્ઢીઓ વાળીને
ચીસો દેતાં ભાગ્યાં… ‘અભાને એરું
કરડ્યો…’ સીમા આખી સ્તબ્ધ
બની ગઇ… વિધવા માનો એકનો એક
લાડકો અભો… દોડતો-
દોડતો ગામના ઝાંપામાં આવ્યો અને
ત્યાં તો ઝેર એને ગ્રસી ગયું.
સાત ખોટ્યના એકના એક
લાડકાની લાશ જોતાં બારોટણનું
કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું:
‘મારા બાપ! મારા આધાર!’ અને
મરેલા દીકરાને જનેતા વળગી પડી…
આખા ત્રાપજ ગામમાં અરેરાટી થઇ
ગઇ…! પરગજું અને દયાળુ
એવા મેપા મોભને માથે ધરમ કરતાં ધાડ
ઊભી થઇ.
‘કેવી અણધારી થઇ?’
બારોટ કોમની એક
વિધવા નોંધારી, દુકાળગ્રસ્ત બાઇને
મેપા મોભે ધરમની બહેન કરીને
આશરો દીધો હતો. આજ એ જ
બાઇનો દીકરો અભો પોતાના આંગણે
ફાટી પડ્યો હતો…મેપો એટલે
મુઠી ઊંચેરો માનવી…
મેપાને ઘરેથી આહીરાણી પણ
અમીરાતનો અવતાર…
ધણીની આબરૂ માથે છોગાં ચડાવે
એવી ગૃહિણી…!
મેપા મોભને અને કુંભણ ગામના મોભ
આહીરોના બારોટને ભારે મન-મેળ.
બારોટજી મેપાને આંગણે આવે,
મેપો મોભ
એની મોંઘી મહેમાનગતિ કરે.
ડેલીનાં ખાનામાં ડાયરા જામે.
દુહા અને છંદની અને
વાર્તાઓની ઝકોળ બોલે. મેપો મોભ
બારોટને બાર માસનાં નાણાં અને
દાણા કુંભણ મોકલી આપે. પણ આ બંને
માનવીઓનાં હેત-પ્રીત અને લેણા-
દેણી ઉપર જાણે કોઇની નજર
લાગી… બારોટ જુવાન અવસ્થામાં જ
માંદા પડ્યા અને બેચાર
દિવસની માંદગીમાં જ
‘ગામતરું’ (મૃત્યુ) કરી ગયા…!
બારોટનો દસ વરસનો એક જ
દીકરો અભો નબાપો! અને
નોધારો થઇ ગયો!
અભાની જનેતા ઉપર
આફતનો દરિયો ફરી વળ્યો.
ધણીના પ્રતાપે આંગણા બહાર પગ ન
મૂકનાર બાઇ ભાંગી પડી. ઓછામાં પૂરું
હતું તે એ જ વરસે દુકાળ પડ્યો…‘બહેન!
તું ત્રાપજ જા…!’ બારોટપત્નીને
કોઇકે સંભારી દીધું: ‘બારોટજી અને
મેપા મોભને સારી ભાઇબંધી હતી.
તારા દુ:ખનો ત્યાં નીવેડો આવશે
બહેન!’
અને બારોટપત્ની દસ વરસના પુત્ર
અભાને આંગળીએ વળગાડીને
ચાલી નીકળી. ત્રાપજના પાદરે
આવતાં બાઇએ મનસૂબો કરી લીધો કે
જો મેપાભાઇના મોઢા પર હેત નૈં
દેખાય
તો પછી ગોપનાથના દરિયામાં સમા
જવું.
ગામના ઝાંપે મેપા મોભનું ઘર પૂછીને
બાઇ મેપાની ડેલીએ આવી…
આંગણામાં ગાયભેંસોનાં ટોળાં અને
આવળ-ગોવળ… ‘અરે રામ! આવું
સુખી ખોરડું
મારા જેવી દુખિયારીનો ભાવ
પૂછશે?’
‘વયાં આવો બહેન…’ ઉમળકાથી બાઇ
પગથિયાં ઊતરીને ફળીમાં આવી અને
છોકરાના માથા પર સગી માસી હાથ
ફેરવે એમ હેતાળવો હાથ ફેરવીને હસી:
‘ભલે આવ્યાં મારાં બહેન!
વયાં આવો ઓરડામાં, હમણાં આહીર
આવશે હોં…’ અણધાર્યો આદર
મળતા બારોટપત્નીની આંખમાં આભાર
શિરામણનો વખત થયે મેપો મોભ
બજારેથી ઘેર આવ્યા… ઘરવાળીએ
બધી વાત કરી…
‘અરેરે મારા બાપ! મને એકા’દ
સંદેશો પણ મોકલ્યો હોત. બારોટદેવ
તો મારા કાળજાનો કટકો હતો બોન
તારા માથે આવાં સંકટ પડ્યાં અને મેં
મારા આંગણે સુખથી રોટલો ખાધો?
મારા રોટલામાં ધૂળ પડી…
મારી ભાઇબંધી લાજી…’
મેપાની આંખો પણ ભીની બની:
‘સાંભળ્ય બોન! આ પળેથી તું
મારી ધરમની બોન! અરે
માજણી બોન! હવે રોકાઇ જા બાપ!
તારા દીકરાને મોટો કર્ય, મારે
તો મોરલીધરનો પ્રતાપ છે બોન!
આખી જિંદગી તારો રોટલો મળી ર
‘ભાઇ! આખી જિંદગી?’‘હા બોન!
ભાઇને ઘેર બોન રોકાય,
જિંદગી ગાળે એમાં કાંઇ નવાઇ નથી.
ભાઇનાં સુખમાં બોનનો વણલખ્યો ભા
છે. માટે બોન! કોઇ જાતની ઓછપ
વગર રહી જા… તારો અભો કાલ્ય
સવારે મોટો થઇ જાશે અને
તારા સંકટનો નિસ્તાર થાશે. અને
મેપા મોભના ઘરેથી આહીરાણી બાર
પોતાની સગી નણંદની જેમ સાચવે છે.
દિવસો સુખિયામાં વીતે છે.
મેપા મોભનાં તેવતેવડાં છોકરાં સાથે
બારોટનો છોકરો અભો પણ
ચીભડાં ખાવા ખેતર ગયો. અભાએ
પાકેલું ચીભડું લેવા વેલામાં હાથ
નાખ્યો અને એ જ વેળાએ
વેલાના છાંયામાં પડેલો કાળતરો અભા
વળગી પડ્યો.
અભાના વાંકડિયા વાળને ચૂમીઓ
ભરતાં-ભરતાં નિષ્પ્રાણ અભા પાસે
માએ જે રુદન આદર્યાં એનાથી આખું
ત્રાપજ હીબકે ચડ્યું. બાઇ
છોકરાની મૈયતને છોડતી નથી.
મેપાભાઇ મોતીની આંખો વરસી:
‘હે મોરલીધર! મારે જ આંગણે એક
નોધારી દુખિયારી બાઇનો એકનો
બેટડો વધેરાઇ ગયો?
મારા ક્યા પાપ?
‘આહીરાણી!’ મેપા મોભે
ધણિયાણીને એકાંત ખૂણે
બોલાવી:‘આ બાઇનાં દુ:ખ
મેંથી નથી જોવાતાં…!
અરર… એની ઉપર કેવી થઇ, બાઇ!’‘હુંય
સમજું છું આહીર! પણ કુદરતનો કોપ!
રંડવાળ્ય
બાઇનો બચ્ચારીનો આયખો ધૂળ થઇ
ગયો હોં!’‘આ બાઇનું દુ:ખ
ભાંગવાનો મને વિચાર આવે છે.
પણ…’‘બોલો અટકી કેમ ગયા?’
ધણિયાણીએ ધણી સામે જોયું.
‘એને એક જ દીકરો હતો કાં?’
‘હા, બચ્ચારીને એક જ હતો…’
‘આપડા નાનેરા દીકરા વાઘા જેવડો ન
‘હા, વાઘો અને અભો તેવતેવડા હતા,
પણ અભો તો બચારો ગામતરું
કરી ગયો.
’ બાઇની આંખો ઊભરી: ‘બાઇનું રોણું
મારાથી નથી સંભળાતું આહીર!’
‘એનું રોણું બંધ થાય એવો ઇલાજ મને
સૂઝે છે આહીરાણી!’
‘બોલો શો ઇલાજ છે?’
‘પણ તારો જીવ ચાલશે?’
‘કેમ પૂછવું પડ્યું?’
‘વાત બહુ અઘરી છે એટલે…’
‘અઘરી હશે તો તમારી ઓથ છે,
પડતો ડુંગર પણ ઝીલી લઇશ! બોલો,
અચકાવ મા…’
‘તો આપણો દીકરો વાઘો ઇ બાઇને
દાનમાં દઇએ…’
પહાડની ટૂક સમી અડીખમ
દેખાતી આહીરાણી ક્ષણાર્ધ માટે
ખળભળી ગઇ.
કાળજાના કટકા સમો વાઘો એક
યાચક વરણને આપવો? દીકરાને
હૈયેથી કેમ વછોડવો? પણ વળતી પળે
વીરાંગના થઇને ઊભી રહી.
દરિયા જેવડી આબરૂ ધરાવતા પતિનું
વેણ કેમ લોપવું?
ધસી આવેલાં આંસુ આડે પાળ બાંધીને
આહીરાણી હસતે મોઢે બોલી: ‘ભલે
આહીર! તમારી ઉદારતાને શગ ચડશે
અને દીકરાના દાન કર્યાની વાત
દુનિયામાં અમર રહેશે…’
‘તું ખુશીથી હા પાડછ બાઇ?’
‘હા, હસી ખુશીથી… જાવ… બાઇને
છાની રાખો…’
‘રંગ તને આહીરાણી!’
ઊપડતા પગે મેપો મોભ
ઓસરીમાં આવ્યા. દીકરા વાઘાને
બોલાવ્યો અને રડતી-
કકળતી બારોટાણીના ખોળામાં વા
મૂકીને કહ્યું: ‘છાની રહે બોન! આ
તારો બીજો અભો…!’‘
ભાઇ…’
બહેનની આંખો વધારે વરસી:
‘તમારો લાડકો દીકરો છે. ભગવાન
એને કરોડ વરહનો કરે વીરા!’
‘તોય ઇ તારો ગણી લે બાપા!’
મેપાએ ગૌરવથી કહ્યું: ‘હું તને
મારો દીકરો દઇ ચૂકયો…’
‘અરર… મારા વીરા! દીકરો કાંઇ
દેવાય?’
‘સાંભળ્ય બેન!
બોટીદડના દેવાત આહીરે નવઘણ માટે
થઇને દીકરાને વધેર્યો હતો…
જ્યારે હું તો મારો દીકરો હસતો-
રમતો આપું છું…’
મેપાની છાતી ફૂલતી હતી:
‘મેં બીજાં દાન તો ઘણાં કર્યા પણ
દીકરાનું દાન નહોતું કર્યું… આજ
દીકરાનું દાન કરું છું… તું મારા વાઘાને
ખોળામાં લઇ લે બેન!’
‘પણ મેપાભાઇ અમે તો યાચક વરણ!
દાન
દક્ષિણા લેવાનો અમારો અવતાર…
અને તમે તો દાતાર…
દાતારનો દીકરો અમારે
ખોરડે?’‘ઠાકરને ગમ્યું ઇ ખરું બોન,
દીધેલું દાન હવે મેપો મોભ પાછું
નહીં લે…’
આખા પંથકમાં મેપા મોભની દાતારીન
દીકરો મોટો થયો ત્યાં સુધી ત્રાપ
નાણાં અને દાણા મેપા મોભે
પહોંચતાં કર્યા.
વાત
ઉપરથી ત્રણસો વરસનાં ટાણાં પસાર
થઇ ગયાં છે પણ મલકમાં નામ રહ્યું
મેપા મોભનું…!

www.fb.com/AHIRTHENAMEISENOUGH
X-Steel - Wait